મધ્યપ્રદેશમાં ચોમાસા પહેલા વરસાદ, હવામાન વિભાગે જણાવ્યું આગામી 5 દિવસ કેવુ રહેશે વાતાવરણ
મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશમાં ચોમાસા પહેલા પણ ભારે વરસાદ ચાલુ છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વરસાદ થયો હતો.
હવામાન વિભાગે મધ્યપ્રદેશના 10 જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ સિવાય લગભગ 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પહેલા રવિવારે ધાર અને રતલામ સહિત મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી આંધી અને વરસાદની આગાહી છે.
આજે પણ છિંદવાડા, બાલાઘાટ, મંડલા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા હતી.
IMD અનુસાર, આવતીકાલે દક્ષિણ મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે પવન અને કરા પડવાની ચેતવણી છે.
આગામી કેટલાક દિવસો માટે ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને બારી-બારણા બંધ રાખવાની સલાહ આપી છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે તોફાન અને ભારે પવન દરમિયાન ઝાડ નીચે આશ્રય ન લો.