Maharashtra: આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ, જાણો કેટલી સંપત્તિના માલિક છે?
Chief Minister of Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને જંગી જીત નોંધાવી હતી અને 5, ડિસેમ્બરે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમણે પ્રથમ વિધાનસભા ચૂંટણી 1999માં નાગપુર પશ્ચિમ મતવિસ્તારમાંથી લડી હતી અને જીત્યા હતા અને 2009 સુધી તેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે તેઓ નાગપુરના સૌથી યુવા કાઉન્સિલર બન્યા છે. જાણો દેવેન્દ્ર ફડણવીસની મેયરથી લઈને સીએમ બનવા સુધીની સફર વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવેન્દ્ર ફડણવીસની રાજકીય કારકિર્દી 1992માં શરૂ થઈ હતી જ્યારે તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે પછી 1997માં તેઓ 27 વર્ષની વયે સૌથી યુવા મેયર બન્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી 1999માં નાગપુર પશ્ચિમ મતવિસ્તારમાંથી લડી હતી અને જીત્યા હતા અને 2009 સુધી તેનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ફડણવીસ મહારાષ્ટ્રના એકમાત્ર એવા નેતા છે જેમણે મહારાષ્ટ્રમાં સીએમ અને ડેપ્યુટી સીએમ બંને તરીકે સેવા આપી છે. તેઓ 31 ઓક્ટોબર 2014 થી 12 નવેમ્બર 2019 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આ વખતે ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા તૈયાર છે.
ચૂંટણીના સોગંદનામા મુજબ, દેવેન્દ્ર ફડણવીસ પાસે 56.7 લાખ રૂપિયાની જંગમ અને 4.68 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. આમાં તેમનું બેન્ક બેલેન્સ, રોકડ, એનએસએસમાં રોકાણ અને પોસ્ટલ સેવિંગ્સ, સોના-ચાંદીના ઝવેરાત અને વીમા પોલિસીનો સમાવેશ થાય છે.
દેવેન્દ્ર ફડણવીસ પાસે સ્ટોક, બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈપણ પ્રકારનું રોકાણ નથી. આ સિવાય તેમની પાસે વારસામાં મળેલી ખેતીની જમીન અને રહેણાંક મિલકતો હતી.
એફિડેવિટ મુજબ, દેવેન્દ્ર ફડણવીસ પાસે 23,500 રૂપિયા રોકડા હતા અને 2,28,760 રૂપિયા બેન્કમાં જમા છે. NSS પોસ્ટલ બચત અને વીમા પોલિસી મળીને 20,70,607 રૂપિયા થાય છે.
દેવેન્દ્ર ફડણવીસ પાસે પણ 450 ગ્રામ સોનું હતું, જેની કિંમત 32,85,000 રૂપિયા છે. તેમની પાસે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ખેતીની જમીન અને નાગપુરમાં રહેણાંક મિલકતો છે.દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ પાસે 6.96 કરોડ રૂપિયાની જંગમ અને 95.29 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. આ સાથે તેમની પાસે એક્સિસ બેંક લિમિટેડ, ગેઇલ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ફેડરલ બેંક સહિત 49 શેરો છે, જેની કિંમત 4.36 કરોડ રૂપિયા છે.