Maharashtra MLC Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અગ્નિપરીક્ષા! એમએલસી ચૂંટણીને લઈને આ વાતનો સતાવી રહ્યો છે ડર
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બે દિવસમાં યોજાવાની છે. રાજ્યની 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. મહારાષ્ટ્રમાં એમએલએની સંખ્યા વિશે વાત કરીએ તો જે કોઈ ઉમેદવારને 23 મત મળશે તે એમએલસી બનશે. આવી સ્થિતિમાં દરેક પક્ષ 23નો કોટા પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. એનસીપી (અજિત પવાર) પાસે 40 ધારાસભ્યો છે. શિવસેના (એકનાથ શિંદે) પાસે 38 ધારાસભ્યો છે. જ્યારે 10થી વધુ ધારાસભ્યોનો મહાયુતિ એટલે કે શિવસેના, એનસીપી અને ભાજપને સમર્થન છે.
મહાયુતિ માટે 11માંથી 10 બેઠકો જીતવી સરળ છે, પરંતુ જો ક્રોસ વોટિંગ થાય તો એમવીએના ત્રણ ઉમેદવારો જીતી શકે છે. એમવીએની તાકાત વિશે વાત કરીએ તો શરદ પવાર પાસે 12 ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે પાસે 16 અને કોંગ્રેસ પાસે 38 ધારાસભ્યો છે.
આ 12 ઉમેદવારોમાંથી ભાજપના પાંચ ઉમેદવારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે, જે છે પંકજા મુંડે, પરિણય ફુકે, સદાભાઉ ખોત, અમિત ગોરખે, યોગેશ ટિલેકર. જ્યારે એમવીએના કોંગ્રેસના 1 ઉમેદવાર અને શિવસેના (યુબીટી)ના 1, મિલિંદ નાર્વેકર અને પ્રજ્ઞા સાતવ સરળતાથી જીતી શકે છે. જો જયંત પાટિલને જિતાડવા હોય તો તેના માટે મત વ્યવસ્થાપન કરવું પડશે.
મતોનું વ્યવસ્થાપન શું હોય છે. 2 વર્ષ પહેલા પણ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ક્રોસ વોટિંગ થયું હતું અને ભાજપના ઘણા ઉમેદવારો જીત્યા હતા અને તે જ રાત્રે એકનાથ શિંદે નોટ રીચેબલ થઈને સુરત ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ ગયું હતું. આ વિધાન પરિષદની ચૂંટણીને હળવાશથી લઈ શકાય નહીં. જો ક્રોસ વોટિંગ થાય તો સરકાર માટે ખતરાની ઘંટડી છે. જોકે, એક બે મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની જ છે.
જો મહાયુતિના એમએલએને સીધા મત મળે છે તો તેઓ પૂરી 9 બેઠકો જીતી શકે છે. જો મહાવિકાસ આઘાડીના જયંત પાટિલ જીતે છે અથવા ત્રણ ઉમેદવારો જીતે છે તો તેનો અર્થ એ છે કે ક્રોસ વોટિંગ થયું છે. તો ક્રોસ વોટિંગનો સૌથી મોટો ખતરો એનસીપી (અજિત પવાર)ના ધારાસભ્યો તરફથી બતાવવામાં આવી રહ્યો છે અને જ્યારથી લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારથી એવું કહેવાઈ રહ્યું છે કે અજિત પવારના ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે.
કહેવાઈ રહ્યું છે કે શરદ પવાર બધાને ફોન કરીને પોતાની તરફ કરવા માંગે છે. જો આવું થાય છે તો જયંત પાટિલ વિધાન પરિષદની ચૂંટણી જીતી જશે અને જો આવું થાય છે તો વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીના ઘણા ધારાસભ્યો પક્ષ છોડીને મહાવિકાસ આઘાડી અથવા ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી લડી શકે છે.