Maruti Celerio Launch: મારૂતિ લોન્ચ કરશે Celerioનું નવું મોડલ, નવા પ્લેટફોર્મ અને આકર્ષક ઇન્ટીરિયર સહિત આ નવા ફિચર્સની મળશે સુવિધા
મારૂતિ સુઝીકીની હેચબેક Celerioનું નવું મોડલ ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમનું એન્જિન ખૂબ જ દમદાર હશે, આ સાથે તેના ઇન્ટીરિયર પણ ખૂબજ આકર્ષણ હશે, જુઓ તસવીર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારૂતિ સુઝીકીની હેચબેક Celerioનું નવું મોડલ એપ્રિલથી મે મહિનાની વચ્ચે લોન્ચ થશે. આ મોડલમાં 2 એન્જિનનું ઓપ્શન્સ મળશે. જેમાં પહેલા 1.0 લિટર,3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. જે 68bhpનો પાવર જનરેટ કરે છે. બીજું એન્જિન 1.2 લિટર, 4- સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે.. જે 83 bhp જનરેટ કરશે.નવી સેલેરિયો 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોકસની સાથે આવશે. જેમાં એએમટી ગિયરબોક્સનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
મારૂતિની સેલેરિયોમાં નવું હાર્ટક્ટ પ્લેટફોર્મ હશે.આ પ્લેટફોર્મનો બીજી કારમાં પણ ઉપયોગ થયો છે. નવી સેલેરિયોમાં YNC કોડનેમ આપવામાં આવ્યું છે.
સેલેરિયોના ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં 7.0 ઇંચનો સ્માર્ટ પ્લે સ્ટૂડિયો ઇન્ફોટેમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો બંનેને સપોર્ટ કરશે. આ સાથે કારના ડેશબોર્ડ, સ્ટીયરિંગ વ્હીલ અને સેન્ટર કંસોલને પણ અપડેટ કરવામાં આવ્યું છે.
સેલેરિયોમાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, સ્ટીયરિંગ માઉન્ટેડ જેવા આકર્ષક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ સાથે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ પ્રોટેકશન અને સીટબેલ્ટ રિમાઇન્ડર સ્ટાન્ડર્ડ પણ આપવામાં આવ્યા છે. સિલરિયોમાં રિયર પાર્કિંગ સેન્સર અને રિવર્સ કેમેરા જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.
સેલેરિયોની કિમંતની વાત કરીએ તો .441 લાખ રૂપિયાથી માંડીને 5.68 લાખ રૂપિયા હશે. જો કે નવા ફીચર્સ અને એન્જિનના કારણે તેના ભાવમાં વધારો થઇ શકે છે.