Who was Basit Dar: 18 કેસમાં વોન્ટેડ, કાશ્મીરી પંડિતોનો કાતિલ બાસિત ડાર કુલગામમાં ઠાર મરાયો

કુલગામના રેડવાનીમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમાં ટીઆરએફ કમાન્ડર બાસિત ડાર પણ સામેલ હતા. બાસિત તેના સાથીઓ સાથે એક ઘરમાં છૂપાયો હતો. સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઠાર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બાસિત ડાર લશ્કરના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર હતો. ડાર 18 આતંકી હુમલામાં વોન્ટેડ હતો. બાસિત કુલગામના રેડવાનીનો રહેવાસી હતો. તે ત્રણ વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયો હતો. આ પછી તે TRFમાં જોડાયો હતો.

NIAએ બાસિત પર 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. બાસિત ડારના મોતને TRF માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
કાશ્મીરના આઈજીપી વિધી કુમારે કહ્યું કે, “કુલગામના રેડવાનીમાં ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ આતંકીઓમાંથી એકની ઓળખ બાસિત ડાર તરીકે થઈ છે. તે એ-કેટેગરીનો આતંકવાદી હતો. તેની સામે 18 કેસ નોંધાયા હતા. બાસિતનું મૃત્યુ અમારા માટે મોટી સફળતા છે.
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર સોમવારે રેડવાની વિસ્તારમાં બાસિત ડાર સહિત કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મંગળવારે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. મંગળવારે જ્યારે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફાયરિંગ દરમિયાન આતંકીઓ જે ઘરમાં છુપાયેલા હતા તે ઘરમાં પણ આગ લાગી હતી. વિધિ કુમારે કહ્યું કે, પોલીસ પાસે પોલીસકર્મીઓ, લઘુમતીઓ અને નાગરિકો પર હુમલાનું કાવતરું ઘડવામાં અને આયોજન કરવામાં બાસિતની સંડોવણીના પૂરતા પુરાવા છે. કાશ્મીરના આઈજીપી વિધી કુમારે કહ્યું કે રેડવાનીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
બાસિત ડાર શ્રીનગરમાં સક્રિય હતો અને આ વિસ્તારમાં ટીઆરએફના ઓપરેશન ચલાવતો હતો. વિધિ કુમારે કહ્યું કે, એન્કાઉન્ટર દરમિયાન ડાર અને અન્ય આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ સુરક્ષા દળોની ચેતવણી પર ધ્યાન આપવાને બદલે તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.