Model Code Of Conduct: ચૂંટણી અગાઉ કેમ લાગુ કરવામાં આવે છે આચાર સંહિતા, કઇ વસ્તુઓ પર લાગે છે પાબંદીઓ?
Model Code Of Conduct: શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચૂંટણી પહેલા આચારસંહિતા શા માટે લાગુ કરવામાં આવે છે અને તેનો અર્થ શું છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, તેના માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે બાદ હવે તેમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોવાઈ રહી છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, જેમાં ઘણા નિયંત્રણો છે.
દેશમાં યોજાનારી કોઈપણ ચૂંટણીમાં પક્ષપાત કે કોઈ ધાંધલ ધમાલ ન થાય તે માટે ચૂંટણી પંચે આચારસંહિતાની વ્યવસ્થા તૈયાર કરી છે.
દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારે ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે.
આચારસંહિતા લાગુ થયા બાદ કોઈ સરકારી યોજનાની જાહેરાત થઈ શકશે નહીં કે શિલાન્યાસ થઈ શકશે નહીં.કોઈપણ નેતા કે ઉમેદવાર પ્રચાર માટે સરકારી વાહન કે સરકારી બંગલાનો ઉપયોગ કરી શકશે નહીં.
આચારસંહિતાની શરૂઆત 1960માં કેરળ વિધાનસભા ચૂંટણીથી થઈ હતી, જેમાં તમામ પક્ષો સાથે મળીને નિયમો બનાવવામાં આવ્યા હતા.