આનંદો! ગુજરાત સહિત રાજ્યોમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાની શક્યતા,ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
તેના કારણે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) પણ આગળ વધી રહ્યું છે. માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન નિકોબાર ટાપુ સમુહમાં આગળ વધ્યું હતું અને હજુ બે દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં ચોમાસા (Monsoon)ની શરૂઆત કેરળથી થાય છે જે આ વખતે 30 મે સુધીમાં કેરળમાં ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થવાની શક્યતા છે. પરંતુ 30 મે પહેલા જ 22 મેના રોજ કેરળમાં ચોમાસા (Monsoon)ની એન્ટ્રી થઈ ગઈ છે.
જો આ જ ગતિએ ચોમાસુ (Monsoon) આગળ વધશે અને સમુદ્રામાંથી પણ સપોર્ટ મળશે તો ચોમાસું (Monsoon) ગુજરાતમાં પણ વહેલુ આવી જશે.
જોકે હજુ સુધી કેરળમાં સત્તાવાર ચોમાસા (Monsoon)ની જાહેરાત થઈ નથી એ પહેલા જ કેરળમાં ત્રણ ચાર ઈંચ, તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળે ૩થી ૬ ઈંચ સહિત કર્ણાટક, ઝારખંડમાં ધોધમાર વરસાદ (Rain) નોંધાયો છે.
હજુ કેરલ,તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક વગેરે રાજ્યોમાં તીવ્ર પવન, ગાજવીજ સાથે વ્યાપક વરસાદ (Rain)ની આગાહી છે.