વંદે ભારત સ્લીપરની Exclusive તસવીર આવી સામે, કેવો હશે ફર્સ્ટ એસી કોચ?

ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, બીજી ટ્રેન સંપૂર્ણપણે તૈયાર થયા પછી જ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન BEML દ્વારા બનાવવામાં આવી રહી છે.

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, બીજી ટ્રેન સંપૂર્ણપણે તૈયાર થયા પછી જ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન BEML દ્વારા બનાવવામાં આવી રહી છે. AC ચેર કાર પછી વંદે ભારતનું સ્લીપર વર્ઝન પણ ટ્રેક પર ઉતરવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર માટેના કોચ હવે નવી ડિઝાઇનમાં વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં ભારત-રશિયન સંયુક્ત સાહસ KINET રેલ્વે સોલ્યુશન્સ દિલ્હીના ભારત મંડપમ ખાતે વંદે ભારત સ્લીપરના પ્રથમ AC કોચનું પ્રદર્શન કરશે.
2/7
વંદે ભારત સ્લીપર ફર્સ્ટ એસી ડબ્બામાં આરામદાયક સીટ્સ બેડ્સ છે. ચાર્જિંગ પોઈન્ટ્સ છે. મુસાફરોની સુવિધા માટે પ્રીમિયમ ક્વોલિટી ધરાવતા મોબાઇલ ફોન હોલ્ડર્સ અને પાણીની બોટલ માટે હોલ્ડર્સ છે.
3/7
રેલવે મંત્રાલય ટૂંક સમયમાં આ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. નોંધનીય છે કે ભારત-રશિયા જોઈન્ટ વેન્ચર કંપની KINET Railway Solutionsએ ઈન્ટરનેશનલ રેલવે ઈક્વિપમેન્ટ એક્ઝિબિશન (IREE 2025) માં પ્રથમ વખત વંદે ભારત સ્લીપર ટ્રેનના ફર્સ્ટ એસી કમ્પાર્ટમેન્ટની ડિઝાઇન કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું છે.
4/7
આ ટ્રેન ભારતની પ્રથમ હાઇ-સ્પીડ લક્ઝરી સ્લીપર ટ્રેન હશે, જેમાં નોઈઝ-ફ્રી ઈન્ટીરિયર, ઓટોમેટિક દરવાજા, સેન્સર લાઇટિંગ અને દરેક બર્થ પર ચાર્જિંગ સુવિધાઓ હશે. આ કોચ મહારાષ્ટ્રના લાતુરમાં બનાવવામાં આવી રહ્યા છે અને આ ટ્રેન ભારતીય રેલવે માટે આરામ અને ટેકનોલોજીમાં એક નવો અધ્યાય શરૂ કરશે. KINET રેલવે સોલ્યુશન્સ એ ભારતના રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) અને રશિયાના સૌથી મોટા રોલિંગ સ્ટોક ઉત્પાદક CJSC ટ્રાન્સમૈશહોલ્ડિંગ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
5/7
આ કંપનીને 120 વંદે ભારત સ્લીપર ટ્રેનસેટ્સ અથવા 1920 કોચની ડિઝાઇન અને બાંધકામ તેમજ 35 વર્ષ સુધી તેમની જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે. દરેક ટ્રેન સેટમાં 16 કોચ હશે. કંપની જૂન 2026 સુધીમાં પ્રથમ પ્રોટોટાઇપ લોન્ચ કરે તેવી અપેક્ષા છે.
Continues below advertisement
6/7
ભારતીય રેલવેએ વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ ત્રણ કંપનીઓને આપ્યો છે: સરકારી માલિકીની BEML, KINET રેલ્વે સોલ્યુશન્સ, અને ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ અને BHELના કન્સોર્ટિયમ. રેલવેએ એક સાથે બે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે.
7/7
ગયા મહિને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બીજી ટ્રેન સંપૂર્ણપણે તૈયાર થયા પછી જ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ટ્રેક પર દોડાવવામાં આવશે. BEML આ ટ્રેનનું ઉત્પાદન કરી રહ્યું છે અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.
Sponsored Links by Taboola