Twin Tower ધ્વસ્ત થયા બાદ રસ્તાઓ પર ધૂળની ચાદર પથરાઈ ગઈ, જુઓ બ્લાસ્ટ પછીની તસવીરો
નોઇડામાં સ્થિત સુપરટેક ટ્વીન ટાવર આખરે થોડીક સેકન્ડમાં ધ્વસ્ત થઈ ગયા. 13 વર્ષમાં બનેલી આ ગગનચુંબી ઈમારત થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ. અનુમાન મુજબ, તેને તૂટી પડતા લગભગ 9 થી 10 સેકન્ડનો સમય લાગ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઈમારતને વિસ્ફોટકો દ્વારા બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ ચારે બાજુ ધૂળની જાડી ચાદર ફેલાઈ ગઈ છે.
વાહનો પર ગનપાઉડર અને સિમેન્ટની જાડી પપડી આ રસ્તા પરથી નીકળતા વાહનો પર જોવા મળે છે.
ટ્વીન ટાવર તોડી પાડ્યા બાદ આસપાસની તમામ સોસાયટીઓમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે વૃક્ષો અને છોડ પર પાણીનો છંટકાવ કરીને ચારેબાજુ સ્વચ્છતા કરવામાં આવી રહી છે.
જ્યારે ટ્વીન ટાવર તોડવામાં આવ્યા ત્યારે અહીં હાજર લોકોએ જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. લોકોએ પણ ધરતી ધ્રૂજતી અનુભવી હતી. થોડી જ વારમાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારને ઘેરી વળ્યા હતા.
કુતુબ મિનારથી ઉંચી ટ્વીન ટાવર બિલ્ડીંગને તોડી પાડ્યા બાદ આસપાસની ઈમારતોમાં પણ ધૂળના થર દેખાય છે. જો કે, અગાઉથી જાળવણીની વધુ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.
નોઇડા સુપરટેક ટ્વીન ટાવર્સને તોડી પાડવાની યોજના બનાવામાં સફળ રહેલા નિષ્ણાતોની ટીમમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
ટ્વિન ટાવર ધ્વસ્ત થયા બાદ ધૂળ ઘટાડવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. આ માટે પહેલાથી જ તૈનાત સ્મોક ગનનો સહારો લેવામાં આવ્યો હતો.