આધાર કાર્ડ નહીં પણ આ દસ્તાવે જ જન્મનો પુરાવો ગણાશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
આમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો સામેલ છે. આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ વપરાતો દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર કાર્ડનો ઘણા લોકો ઘણી જગ્યાએ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરે છે. તો ઘણા લોકો એને જન્મ તારીખનો પુરાવો પણ માને છે. જો તમે પણ આવું જ વિચારો છો તો જણાવી દઈએ કે તમે ખોટા છો.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપતા આધાર કાર્ડને જન્મ તારીખના પુરાવા તરીકે માનવાનો ઇનકાર કર્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે આધાર કાર્ડને લઈને આ ચુકાદો આપ્યો છે.
એક મૃત વ્યક્તિના પરિવારને વળતર આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને જન્મ તારીખના પુરાવા તરીકે ન માનવા અંગે આ ચુકાદો આપ્યો છે. જણાવી દઈએ કે પંજાબ હરિયાણા હાઈકોર્ટે પહેલા આધાર કાર્ડને જન્મ તારીખનો પુરાવો માન્યો હતો.
પરંતુ સુપ્રીમ કોર્ટે જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે SLCને જ માન્યું છે. આ કેસમાં નીચલી અદાલતે શાળા છોડ્યાના પ્રમાણપત્રને જન્મ તારીખના પુરાવા માટે માન્ય દસ્તાવેજ માન્યો હતો.
જણાવી દઈએ કે UIDAI એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે ગયા વર્ષે ઓક્ટોબરમાં આધાર કાર્ડને લઈને જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખપત્ર તરીકે જ વાપરી શકાય છે. જન્મ તારીખના પ્રમાણપત્ર તરીકે નહીં.