જો ન્યુક્લિયર હુમલા થાય તો બચવા માટે કેટલો સમય મળે? જાણો તેમાંથી કેવા ઘાતક કિરણો નીકળે છે...

પાકિસ્તાની મંત્રીઓની પરમાણુ હુમલાની ધમકીઓ વચ્ચે વિનાશક અસરોનો ખુલાસો, વિસ્ફોટના એક કલાકમાં ૨ લાખ લોકોના મોતની શક્યતા, આયનાઇઝિંગ કિરણોત્સર્ગ, ગરમી અને આઘાત તરંગો સહિત અનેક પ્રકારના રેડિયેશનનો ખતરો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવપૂર્ણ માહોલ અને 'ઓપરેશન સિંદૂર'ના વળતા પ્રહારો બાદ પાકિસ્તાની મંત્રીઓ તરફથી પરમાણુ હુમલાની ધમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. પરમાણુ હુમલો એ માનવજાત માટે કલ્પનાતીત વિનાશ નોતરે છે. જો આવું ક્યાંક થાય, તો વિનાશ સિવાય બીજું કંઈ બાકી રહેતું નથી. આ ભયાવહ સંજોગોમાં, ચાલો જાણીએ કે જો પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય તો લોકોને પોતાનો જીવ બચાવવા માટે કેટલો સમય મળે છે અને તેમાંથી કેટલા પ્રકારના ખતરનાક કિરણો ઉત્સર્જિત થાય છે.

Sponsored Links by Taboola