Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ
![Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/13/1999a2cc6b1fae48697544ac7110cf824453a.jpg?impolicy=abp_cdn&imwidth=800)
Order Food From Train: જો તમને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મનપસંદ ખોરાક ખાવાનું મન થાય. તો આ ટિપ્સ ફોલો કરો. તમને તમારી સીટ પર જ તમારું મનપસંદ ગરમ ખોરાક મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/13/156005c5baf40ff51a327f1c34f2975bdfa75.jpg?impolicy=abp_cdn&imwidth=800)
જ્યારે લાંબી મુસાફરી કરવી હોય ત્યારે મોટાભાગના લોકો પ્રથમ ટ્રેનની પસંદગી કરે છે. લોકોને ટ્રેનમાં ઘણી સુવિધાઓ મળે છે. જે કદાચ તેને બીજી કોઈ યાત્રામાં નથી મળતી .
![Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ Order Food From Train: ટ્રેનમાં બેઠા બેઠા કરી શકો છો ઓર્ડર, જાણો, ઉપયોગી છે આ ટિપ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/13/d0096ec6c83575373e3a21d129ff8fef28a67.jpg?impolicy=abp_cdn&imwidth=800)
હવે લોકોને ટ્રેનમાં મનપસંદ ભોજન ખાવાની સુવિધા પણ મળી રહી છે. મતલબ કે, મુસાફરને તેનું મનપસંદ ફૂડ લેવા માટે ક્યાંય જવાની પણ જરૂર નહીં પડે અને મુસાફરી દરમિયાન ટ્રેનમાં બેસીને તેનો મનપસંદ ખોરાક તેની સીટ પર પહોંચાડવામાં આવશે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે તમારી સીટ પર તમારું મનપસંદ ભોજન કેવી રીતે ઓર્ડર કરી શકો છો? શું કરવાની જરૂર છે અમે તમને ટ્રેનમાં બેસીને ફૂડ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ છીએ.
IRCTC દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. યાત્રીઓ તેમના મનપસંદ ભોજનનો ઓર્ડર પણ આપી શકે છે. આ માટે IRCTC WhatsApp નંબર +91-8750001323 પર મેસેજ મોકલી શકાય છે.
આ સિવાય IRCTCની કેટરિંગ વેબસાઈટ www.eCatering.irctc.co.in પર જઈને પણ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. જ્યાં PNR દાખલ કરીને તમે તમારી સીટ પર જ ફૂડ ઓર્ડર કરી શકો છો.
આ સિવાય તમે રેલમિત્ર દ્વારા પણ ફૂડ ઓર્ડર કરી શકો છો. તમે રેલમિત્રના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને ફૂડ ઓર્ડર કરી શકો છો. રેલવે મુસાફરો વોટ્સએપ નંબર 8102888222 પર મેસેજ મોકલી શકે છે.
આ ઉપરાંત, તમે ભારતીય રેલ્વેના સબડિવિઝન IRCTC દ્વારા અધિકૃત અન્ય કેટરિંગ કંપનીઓની વેબસાઇટ અથવા વોટ્સએપ નંબર પર મેસેજ અથવા કોલ દ્વારા ટ્રેનમાં જ ફૂડ ઓર્ડર કરી શકો છો.