Passport: પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ કર્મચારી પૈસા માંગે તો શું કરશો?
પાસપોર્ટ બનાવવો પહેલા કરતા ઘણો સરળ બની ગયો છે. હવે કોઈપણ વ્યક્તિ ઘરે બેસીને પાસપોર્ટ માટે અરજી કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને વિદેશ પ્રવાસ માટે જરૂરી છે. પાસપોર્ટ વિના તમે ઘણા મોટા દેશોની મુસાફરી કરી શકતા નથી.
પાસપોર્ટ બનાવતી વખતે એ જોવામાં આવે છે કે અરજદાર ગુનેગાર તો નથી ને. સાથે ભારતનો નાગરિક છે કે નહી તે પણ તપાસવામાં આવે છે.
પાસપોર્ટ બનતા પહેલા અરજદારનું પોલીસ વેરિફિકેશન થાય છે, જેમાં પોલીસકર્મી ઘરે પહોંચે છે.પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસકર્મી ઘણા પ્રશ્નો પૂછે છે અને જરૂરી દસ્તાવેજો પૂછવામાં આવે છે. આ ઉપરાંત પડોશીઓ પાસેથી પણ વેરિફિકેશન કરવામાં આવે છે.
ઘણી વખત એવું જોવા મળે છે કે જેઓ વેરિફિકેશન માટે અરજી કરે છે તેમની પાસેથી પોલીસકર્મીઓ લાંચ લે છે.
આવી સ્થિતિમાં જો કોઈ પોલીસકર્મી તમારી પાસે વેરિફિકેશનના નામે પૈસા માંગે છે તો તમે તેની ફરિયાદ ડીસીપી, એસપી અથવા કોઈપણ વરિષ્ઠ અધિકારીને કરી શકો છો. આ સિવાય તમે વિજિલન્સ વિભાગને પણ ફરિયાદ કરી શકો છો.