Pushpam Priya : બિહારને અમેરિકા બનાવવા નિકળેલા સુંદર મહિલા નેતા ક્યાં થઈ ગ્યા ગાયબ?
વર્ષ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન લાઈમલાઈટમાં આવેલા ધ પ્લુરલ્સ પાર્ટીના વડા પુષ્પમ પ્રિયા ચૌધરી ધીરે ધીરે લાઈમલાઈટમાંથી ગાયબ થઈ રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી સમયે તેમણે દસ વર્ષમાં બિહાર બદલવાની વાત કરી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને બંને સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુષ્પમ પ્રિયાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બીજી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. જો કે રાજકારણમાં તેમની આવડત નજરે પડતી નહોતી.
પુષ્પમ પ્રિયા બિહાર ચૂંટણીમાં બે સીટ પરથી મેદાનમાં હતા. એક સીટ બાંકીપુર અને બીજી બિસ્ફી સીટ હતી. પુષ્પમને બાંકીપુર સીટ પરથી માત્ર 5,189 વોટ મળ્યા.
તો બિસ્ફી વિધાનસભા સીટ પર પુષ્પમ પ્રિયાને NOTA કરતા ઓછા એટલે કે માત્ર 1509 વોટ મળ્યા હતાં. આ બેઠક ભાજપના હરિભૂષણ ઠાકુરે જીતી હતી જેમને 86,298 મત મળ્યા હતા.
બિહાર ચૂંટણી દરમિયાન પુષ્પમ પ્રિયાએ શિક્ષિત યુવા નેતાઓને પોતાની સાથે જોડ્યા હતા. તેમણે 43 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના સભ્યો લોકોને જોડવાનું કામ કરી રહ્યા છે.
પુષ્પમ પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ સપોર્ટ કરતા જોવા મળે છે.
પુષ્પમ પ્રિયા સતત બિહાર સરકાર પર નિશાન સાધી રહી છે. તાજેતરમાં તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, બિહારમાં એવા લોકોનું શાસન છે જેમણે પરીક્ષામાં માત્ર ચોરી (બિહારી બોલીમાં લૂંટ) કરીને નકલી ડિગ્રી લીધી છે. તેમના શાસનમાં દરેક પરીક્ષાનું પેપર લીક થાય તો નવાઈ શું? “લીક-ચોરી-લૂંટ”ની પરીક્ષા જોવા માટે દેશી અને વિદેશી પ્રવાસીઓને પરીક્ષા કેન્દ્રો પર આમંત્રિત કરવા જોઈએ.