તસવીરોમાં જુઓ કેવું વિકરાળ રૂપ લઈ રહ્યું છે 'બિપરજોય' વાવાઝોડું, હજારો લોકોનું સ્થળાંતર, NDRF, SDRF તૈનાત
અરબી સમુદ્રમાંથી ઉછળતું ચક્રવાતી તોફાન બિપરજોય ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે એટલે કે 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનો અંદાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત અને મહારાષ્ટ્રની સાથે 9 રાજ્યોમાં પણ તેની અસર રહેવાનો અંદાજ છે. આ વાવાઝોડું 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થવાની સંભાવના છે.
ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવા લાગ્યા છે. લોકોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે તે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે.
ચક્રવાત બિપરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે તોફાનને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
બિપરજોય તોફાન હવે ડરામણું બની રહ્યું છે. મુંબઈ-ભુજ-રાજકોટમાં વરસાદના કારણે 7 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના 7 જિલ્લામાંથી 30 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટ ગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે.
લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે.