બંગાળમાં મોદીની રેલીઓ રદ થતાં મંડપ ઉખડવા માંડ્યા, ખુરશીઓ-બેનરો હટવા માંડ્યા, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. જોકે, હવે દેશમાં કોરોના વકરતા વડાપ્રધાન મોદીએ એક મોટો નિર્ણય લીધો છે, પીએમ મોદીએ શુક્રવારે બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓ અને સભાઓને રદ્દ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે તેઓ તમામ રેલીઓ રદ્દ કરી રહ્યાં છે. તેમને ટ્વીટ કરીને કહ્યું-તે શુક્રવારે કોરોનાને લઇને એક હાઇ લેવલ મીટિંગમાં સામેલ થવાના છે. જોકે, બંગાળ બીજેપીના અનુરોધ પર પીએમ મોદી બંગાળમાં 23 એપ્રિલે સાંજે 5 વાગે એક વર્ચ્યૂઅલ રેલીને સંબોધન કરશે.
સૌથી પહેલા 23 એપ્રિલે સવારથી પીએમ મોદી કોરોના સંબંધિત સ્થિતિની સમિક્ષા કરશે, બાદમાં દેશમા ઓક્સિજનની કમીને લઇને ચર્ચા કરશે.
ખાસ વાત છે કે પીએમ મોદીએ બંગાળની ચૂંટણીમાં પોતાની તમામ રેલીઓ રદ્દ કરી દીધી છે. આ રેલીઓ રદ્દ થવાના કારણે બંગાળમાં પીએમની રેલીઓના મંડપ ઉખડવા લાગ્યા છે, અને ખુરશીઓ-બેનરો પણ હટવા માંડ્યા, આની તસવીરો પણ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલે પીએમ મોદી બંગાળમા ચાર કાર્યક્રમોને સંબોધવાના હતા, માલદા, મુર્શીદાબાદ, વીરભૂમ અને કોલકત્તા દક્ષિણમાં તેમની તાબડતોડ રેલીઓ થવાની હતી.
બંગાળ બીજેપીઓ આ રેલીઓ માટે મોટાભાગની તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી લીધી હતી. પરંતુ હવે પીએમ મોદીના આ તમામ કાર્યક્રમો રદ્દ થઇ ગયા છે. ખુદ પીએમે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી હતી.