PHOTOS: લાલ બાગચા રાજાના દરબારમાં ભક્તોએ દિલ ખોલીને આપ્યું દાન, સોના-ચાંદી અને કરોડો રૂપિયા કર્યા ડોનેટ

આ વર્ષે ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગણેશ ચતુર્થીની વાત આવે છે ત્યારે લાલબાગના રાજાની ખાસ ચર્ચા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
લાલબાગના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ભગવાન ગણેશની 14 ફૂટની પ્રતિષ્ઠિત મૂર્તિનું લોકોના દર્શન માટે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ભક્તોએ લાલ બાગના રાજાના દરબારમાં દિલ ખોલીને દાન આપ્યું હતું. ભક્તો દ્વારા લાલબાગના રાજાને અર્પણ કરવામાં આવેલ સોનું, ચાંદી અને અન્ય દાનની વસ્તુઓની હરાજી કરવામાં આવશે.
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું, ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજા ને ભક્તો દ્વારા અર્પણ કરાયેલ સોના અને ચાંદીની વસ્તુઓની હરાજી.
ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ભક્તોએ નોંધ લેવી જોઈએ કે ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી પેવેલિયનમાં દાનમાં આપવામાં આવેલી વસ્તુઓની હરાજી થશે.
હરાજીમાં સોના અને ચાંદીથી બનેલી વિવિધ કલાકૃતિઓ અને ઝવેરાતનો સમાવેશ થશે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં દર વર્ષે આ હરાજી થાય છે.
આ વર્ષે લોકોએ લાલબાગના રાજાને સોનું - 5 કિલો, ચાંદી - 60 કિલો, રોકડ - 5 કરોડથી વધુ, એક બાઇક, સોના-ચાંદીની મૂર્તિઓ, મુગટ, મોદક, સોના-ચાંદીના વાસણો દાનમાં આપ્યા છે જેની હરાજી થશે.
આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોએ લાલ બગચા રાજાના દરબારમાં ખુલ્લેઆમ દાન કર્યું હતું, સોના-ચાંદી-રોકડ સાથે બાઇક પણ દાનમાં આપવામાં આવી હતી. હવે તેમની હરાજી કરવામાં આવશે.