Exit Poll 2024
(Source: Poll of Polls)
Photos: 3 બેંકોના કર્મચારીઓ અને 40 મશીનો પણ ઓછા પડ્યા! ધીરજ સાહુના પરિસરમાં નોટોની ગણતરી ચાલુ
આવકવેરા વિભાગે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડીને અત્યાર સુધીમાં 353 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજપ્ત કરાયેલી રોકડની ગણતરી કરવા માટે આવકવેરા વિભાગે વધુ 40 નોટ ગણવાના મશીનો તેમજ 3 બેંકોના કર્મચારીઓને બોલાવ્યા છે. 6 ડિસેમ્બરે ધીરજ સાહુના ઘર પર દરોડા પડ્યા ત્યારથી ઇડી રોકડની ગણતરી કરી રહી છે.
આવકવેરા અધિકારીએ જણાવ્યું કે અગાઉ બેંક કર્મચારીઓ સિવાય 30 અધિકારીઓ જપ્ત કરાયેલી રોકડની ગણતરીમાં સામેલ હતા. હવે આને લઈને ઉગ્ર રાજકારણ શરૂ થઈ ગયું છે.
સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. ધીરજ સાહુ ઉપરાંત તેના સંબંધીઓ અને મિત્રોના ઘરે EDએ દરોડા પાડ્યા હતા. EDએ ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ (BDPL)ના પરિસર અને બંગાળના કેટલાક સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.
રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ ભાજપે તેમની ધરપકડની માંગ કરી છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસને આની સાથે કોઈ લેવાદેવા નથી.