Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા, તસવીરો.....
મુંબઇઃ દેશભરમાં આજથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર વર્ષે આ નવરાત્રીની શરૂઆત આસો માસની આસો સુદ એકમથી થાય છે, અને નૌમ સુધી ચાલે છે. આના પછી વિજયા દશમીનુ પર્વ મનાવવામાં આવે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છે માં દુર્ગાના નવ સ્વરૂપો અને નવે નવ નોરતે કયા સ્વરૂપનની પૂજા કરાય છે, અને તેનુ શું છે મહત્વ. જુઓ તસવીરો........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશૈલપુત્રી : માં નવ દુર્ગાનો પહેલુ રૂપ શૈલપુત્રી દેવીનુ છે. નવરાત્રીના પ્રથમ દિવસે આ માતાજીની પૂજા કરવામાં આવે છે. હિમાયલરાજની પુત્રી હોવાના કારણે તેને શૈલપુત્રી કહેવામા આવે છે, આ માતા પાર્વતીનુ જ એક રૂપ છે.
બ્રહ્મચારિણી : બ્રહ્મચારિણી દેવી દુર્ગાનુ બીજુ રૂપ છે, માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા, આ કારણે તેમનુ નામ બ્રહ્મચારિણી પડ્યુ. આમની પૂજા નવરાત્રીના બીજા દિવસે કરવામાં આવે છે.
ચંદ્રઘંટા : આ માં દુર્ગાનુ ત્રીજુ રૂપ છે અને આની પુજા ત્રીજા દિવસે કરવામા આવે છે. કેમ કે આ ભગવાન શંકરના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના રૂપમાં સુશોભિત છે, આ કારણે તેને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.
કુષ્માંડા : નવ દુર્ગાનુ ચોથુ રૂપ કુષ્માંડા દેવીનુ છે, અને આની પૂજા નવરાત્રીમાં ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કર્યુ હતુ, આ માટે તેને કુષ્માંડા માતા કહેવામાં આવે છે. આના જગત જનની પણ કહેવામાં આવે છે.
સ્કંદમાતા : નવ દુર્ગાનુ આ પાંચમુ રૂપ છે, આને સ્કંદમાતા કહેવામાં આવે છે, આમાને ભગવાન શિવના પુત્ર કાર્તિકેય કે સ્કંદને જન્મ આપ્યો હતો. આમનુ નામ પછી સ્કંદમાતા પડ્યુ. આની પૂજા પાંચમા દિવસે કરવામાં આવે છે.
કાત્યાયની : આ માં દુર્ગાનુ છઠ્ઠુ રૂપ છે, કાત્યાયની દેવીનો જન્મ ઋષિ કાત્યાયન સાધના અને તપથી થવાના કારણે આને કાત્યાયની માતા કહેવામાં આવે છે, આની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે છે.
કાલરાત્રિ : નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતાજીની પૂજા કરવામા આવે છે. માતા દુર્ગાએ દૈત્યોનો નાશ કરીને ભક્તોનો ઉધ્ધાર કર્યો હતો.
મહાગૌરી : માં દુર્ગાનુ આઠમુ રૂપ મહાગૌરીનુ છે, માન્યતા છે કે અતિ કઠોર તપના કારણે આમનો વર્ણ કાળો પડી ગયો. ત્યારે ભગવાન શિવજીએ ગંગાજળ છાંટીને આમને પુનઃ ગૌર વર્ણ પ્રદાન કર્યુ. આ કારણે આમને મહાગૌરીનુ નામ આપવામાં આવ્યુ.
સિદ્ધિદાત્રી : દુર્ગા માતાનુ આ નવમુ રૂપ છે, તમામ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે આની પૂજા નવરાત્રીના અંતિમ દિવસે કરવામાં આવે છે, એટલા માટે આમનુ નામ સિદ્ધિદાત્રી દેવી પડ્યુ.