Photos Snowfall in Shimla: પહાડોની રાણી શિમલામાં હિમવર્ષાથી ચોમેર છવાઈ સફેદ ચાદર
snowfall2
1/7
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં શનિવારે સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી હતી. જ્યારે આજે રવિવારે પણ પહાડોની રાણી પર બરફ પડવાનું ચાલુ છે.
2/7
આ દરમિયાન હિમવર્ષા જોવાની આશામાં શિમલા પહોંચેલા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે અને તેઓ ખૂબ જ મજા કરી રહ્યા છે.
3/7
શિમલામાં સવારથી જ ભારે હિમવર્ષા થઈ રહી છે અને દરેક જગ્યાએ સફેદ ચાદર જોવા મળી રહી છે. આજે હિમવર્ષાને કારણે પહાડોની રાણી વધુ આકર્ષક બની છે.
4/7
હવામાન વિભાગે શિમલા સહિત સમગ્ર રાજ્યમાં રવિવારે મધ્ય અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે પ્રશાસને સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરી છે.
5/7
શિમલા પોલીસે લોકોને લપસણો રસ્તાઓ પર મુસાફરી કરવાથી દૂર રહેવા અથવા સુરક્ષિત વૈકલ્પિક માર્ગ દ્વારા મુસાફરી કરવાની અપીલ કરી છે.
6/7
પ્રવાસીઓને એવા ડ્રાઇવરો સાથે મુસાફરી કરવાનું કહેવામાં આવ્યું છે જેમને બરફવાળા વિસ્તારોમાં ડ્રાઇવિંગનો સારો અનુભવ હોય. કટોકટીમાં મદદ માટે પોલીસ હેલ્પ સેલ 01772812344, 112 અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરી છે.
7/7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 09 Jan 2022 09:07 AM (IST)