G-7 Summit: G-7 સમિટના નેતાઓને PM મોદીએ નંદી અને રામ દરબાર સહિતની વસ્તુઓ ભેટ આપી, જાણો કોને શું મળ્યું

PM મોદીએ નંદી અને રામ દરબાર સહિતની વસ્તુઓ ભેટ આપી

1/7
PM Modi Gifted G-7 Summit Leaders: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીમાં G-7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વિશ્વના મોટા નેતાઓને ભેટ-સોગાદો આપી હતી. પીએમ મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન, જાપાનના પીએમ ફુમિયો કિશિદા, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડ્રો સહિતના નેતાઓને ભારતની કલાત્મક સંસ્કૃતિ દર્શાવતી ભેટો આપી છે. ત્યારે આવો જાણીએ પીએમ મોદીએ વિશ્વના મોટા નેતાઓને કઈ-કઈ વસ્તુ ભેટમાં આપી.
2/7
જો બાઈડનને કફલિંક સેટ આપ્યોઃ પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને વારાણસીમાં બનાવેલી ગુલાબી મીનાકારી બ્રોચ અને કફલિંક સેટ ભેટમાં આપી છે
3/7
કેનેડાના પીએમને કાલીનઃ પીએમ મોદીએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડ્રોને કાશ્મીમાં હાથવણાટથી બનતી રેશમી કાલીન ભેટ કરી છે. આ કાલીન પોતાની કોમળતા માટે પુરી દુનિયામાં પ્રસિદ્ધ છે.
4/7
બ્રિટનના પીએમને કલાત્મક ટી સેટઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને પ્લેટિનમ પેંટેડ હાથથી કલર કામ કરેલો કલાત્મક ટી સટે ગિફ્ટ કરવામાં આવ્યો છે. આ સેટ બુલંદશહેરની ખાસ કૃતિ છે.
5/7
અર્જેંટીનાના રાષ્ટ્રપતિને નંદી થીમ વાળી ડોકરા કળાની મુર્તિઃ પીએમ મોદીએ અર્જેંટીનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાંડીઝને છત્તીસગઢથી નંદી-થીમ વાળી ડોકરા કલાની મુર્તિ ભેટમાં આપી છે. આ ખાસ કલાકૃતિ નંદી-ધ મેડિટેટિવ બુલની એક આકૃતિ છે.
6/7
જાપાનના પીએમને કાળી માટીના વાસણઃ પીએમ મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદાને કાળી માટીના વાસણ ભેટમાં આપ્યા હતા. ઉત્તર પ્રદેશના નિજામાબાદમાં મુગલકાળથી જ કાળી માટીના વાસણ બનાવાય છે.
7/7
ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિને રામ દરબારઃ પીએમ મોદીએ ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને યુપીના વારાણસીમાં લાકરવેયરમાં બનેલા 'રામ દરબાર'ની મૂર્તિ ભેટ તરીકે આપી છે.
Sponsored Links by Taboola