રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો

અયોધ્યા રામ મંદિરમાં ભગવો ધ્વજ ફરકાવવો એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો એક મહાન ઉત્સવ છે.

Continues below advertisement

રામ મંદિર

Continues below advertisement
1/9
અયોધ્યા રામ મંદિરમાં ભગવો ધ્વજ ફરકાવવો એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો એક મહાન ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.
2/9
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, ધ્વજ ભગવા રંગનો છે. 10 ફૂટ પહોળો અને 20 ફૂટ લાંબો અને ત્રિકોણાકાર આકારનો છે. ધ્વજમાં સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના ચિહ્નો છે
3/9
રામપથ પર ટૂંકા રોડ શો પછી વડાપ્રધાનનો કાફલો જગદગુરુ આદિ શંકરાચાર્ય દ્વારથી મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો.
4/9
વડાપ્રધાન મોદી અને આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઔપચારિક રીતે ભગવો ધ્વજ લહેરાવ્યો જે મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું પ્રતિક છે.
5/9
વડાપ્રધાન મોદી દ્વારા લહેરાવામાં આવેલો પવિત્ર ભગવો ધ્વજ ગૌરવ, એકતા અને સાંસ્કૃતિક સાતત્યનો સંદેશ આપે છે.
Continues below advertisement
6/9
ધ્વજવંદન સમારોહમાં ભાગ લેતા પહેલા પીએમ મોદીએ સૌપ્રથમ રામ જન્મભૂમિ સંકુલની અંદર સપ્ત ઋષિ મંદિરની મુલાકાત લીધી હતી
7/9
વડાપ્રધાન મોદીએ માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે "વિવાહ પંચમી" ના શુભ મુહૂર્ત દરમિયાન ત્રિકોણાકાર ધ્વજ લહેરાવ્યો હતો.
8/9
વડાપ્રધાન મોદીએ સપ્ત ઋષિ મંદિરની મુલાકાત લીધી અને મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહ અને માતા શબરીના મંદિરોમાં દર્શન કર્યા. મોદીએ માતા અન્નપૂર્ણાના દર્શન પણ કર્યા હતા.
9/9
પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા અને ભગવાન રામ લલ્લાની આરતી અને પૂજા કરી હતી. અગાઉ, અયોધ્યા પહોંચ્યા પછી તેમણે ફેસબુક પર પોસ્ટ કર્યું કે તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહાણ સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા છે.
Sponsored Links by Taboola