Donyi Polo Airport: PM મોદીએ Donyi Polo Airportનું કર્યું ઉદઘાટન, જાણો શું છે ખાસિયત
Donyi Polo Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશને મોટી ભેટ આપતા પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
Continues below advertisement
એરપોર્ટનું ઉદઘાટન કરતાં પીએમ મોદી
Continues below advertisement
1/8
PM એ વર્ષ 2019 માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો, જે 645 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું છે.
2/8
હોલોંગી ખાતેના ટર્મિનલનું નિર્માણ અંદાજે રૂ. 955 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તે 4100 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને પ્રતિ કલાક 200 મુસાફરોને હેન્ડલ કરવાની મહત્તમ ક્ષમતા ધરાવે છે.
3/8
આ એરપોર્ટ અરુણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. તે 640 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 690 એકરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ 2,300 મીટર રનવે સાથે તમામ હવામાન કામગીરી માટે યોગ્ય છે.
4/8
એરપોર્ટ ટર્મિનલ આધુનિક ઇમારત છે. તે ઊર્જા કાર્યક્ષમતા, નવીનીકરણીય ઊર્જા અને સંસાધનોના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે.
5/8
ડોની પોલો એરપોર્ટ અરુણાચલ પ્રદેશ માટે ત્રીજું કાર્યરત એરપોર્ટ બન્યું છે. આ સાથે દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં કુલ એરપોર્ટની સંખ્યા 16 થઈ છે
Continues below advertisement
6/8
1947 થી 2014 સુધી, ઉત્તર-પૂર્વમાં ફક્ત નવ એરપોર્ટ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી, આઠ વર્ષના ટૂંકા ગાળામાં મોદી સરકારે પૂર્વોત્તરમાં સાત એરપોર્ટ બનાવ્યા છે.
7/8
મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ એમ પાંચ પૂર્વોત્તર રાજ્યોના એરપોર્ટે 75 વર્ષમાં પ્રથમ વખત ફ્લાઈટ શરૂ કરી છે
8/8
એરપોર્ટનું નામ અરુણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) માટે તેના વર્ષો જૂના સ્વદેશી આદરને દર્શાવે છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 19 Nov 2022 11:11 AM (IST)