વર્ષ 2021માં PM મોદીએ જે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેની તસવીરો કરી શેર
વર્ષ 2021મું વિદાય લઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એ ઐતિહાસિક ઘટનાઓની તસવીરો શેર કરી હતી જેમાં તેમણે વર્ષ દરમિયાન ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન મોદી પોતાની ઓફિસમાં કેટલાક બાળકો સાથે મુલાકાત કરી હતી.
વેસ્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ એક બાળકી સાથે વાતચીત કરી હતી.
વારાણસીમાં વડાપ્રધાન મોદીએ એક દિવ્યાંગ સાથે વાત કરી હતી.
પીએમ મોદી તેમના નિવાસસ્થાને મોડી રાત્રે બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
મંત્રી પરિષદની બેઠક દરમિયાન પીએમ મોદીને નોંધ લખતા જોઇ શકાય છે.
સુષ્મા સ્વરાજ ભવન ખાતે તેમના મંત્રી પરિષદ સાથે 'ચિંતન સત્ર' દરમિયાન છેલ્લી હરોળમાં બેઠેલા પીએમ મોદી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે PM મોદીને આશીર્વાદ આપી રહ્યા છે.
વારાણસીની મુલાકાત દરમિયાનની વડાપ્રધાનની તસવીર
રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી તુલસી ગૌડા સાથે પીએમ મોદી.
વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદી.
કોઈમ્બતુરમાં 105 વર્ષીય ખેડૂત અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પપ્પમ્મલજીના આશીર્વાદ લેતા પીએમ મોદી.
PM મોદીએ વિક્ટોરિયા મેમોરિયલ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે 'પરાક્રમ દિવસ'ની ઉજવણીમાં ભાગ લીધો હતો.
નૌશેરા, રાજૌરી બોર્ડર પોસ્ટ પર PM મોદી સશસ્ત્ર દળોના સભ્યો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
PM મોદીએ લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને મહિલા હોકી ટીમના સભ્યો સાથે વાતચીત કરી હતી.
PM PE/VC ઉદ્યોગના CEO સાથે બેઠક.
વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસ દ્ધારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશના સુલતાનપુરની મુલાકાત દરમિયાન પીએમ મોદીને શુભેચ્છા પાઠવતા લોકો.
કાનપુર ખાતે સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પીએમ મોદીની વાતચીત દરમિયાન એક હૃદયસ્પર્શી ક્ષણ.
પ્રયાગરાજ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પીએમ મોદીની વાતચીત દરમિયાનની એક સુંદર ક્ષણ.
PM મોદી લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે વાતચીત કરી રહ્યા છે.