Photos: ક્યારેક માતાના ચરણોમાં તો ક્યારેક હાથમાં બંદુક... વર્ષ 2022માં PM મોદીનો અવિસ્મરણીય અવતાર
વડાપ્રધાન તેમના પ્રવાસ દરમિયાન વિમાનમાં કામ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ નરેન્દ્ર મોદી કેદારનાથ ધામમાં પરિક્રમા કરી રહ્યા છે.
આ તસવીરમાં કંઈક ખાસ છે. આ તસવીર પીએમ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના 100મા જન્મદિવસની છે, જ્યારે તેઓ એક પુત્ર તરીકે તેમની માતાના જન્મદિવસ પર તેમને મળવા આવ્યા હતા. આજે તેમની માતા આ દુનિયામાં નથી.
પીએમ નરેન્દ્ર મોદીની કારગિલ મુલાકાત. આ દરમિયાન તેમણે હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ પ્રવાસ પણ કર્યો હતો.
સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા પીએમ નરેન્દ્ર મોદી. આ તસવીર દિલ્હીમાં એક ટનલના ઉદ્ઘાટનની છે.
આ તસવીર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બોડીગાર્ડના ઘોડાની છે. આ ઘોડાનું નામ વિરાટ છે અને પીએમ મોદી તેને વિદાય આપી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી આદિ શંકર જન્મભૂમિ પ્રવાસે છે.
ભારતીય રેલ્વેને ફાસ્ટ ટ્રેક પર લાવવાના ભાગરૂપે પીએમ નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી.
આ તસવીર તે સમયની છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ડ્રોન ઉડાડ્યું હતું. નવા ભારતની આકાંક્ષાઓને ઉડાન આપતા પીએમ મોદી.
આ તસવીર પીએમ મોદીની વારાણસી મુલાકાતની છે. અહીં તેમણે એક દુકાનમાં બેસીને ચાય પે ચર્ચા કરી હતી.
આ તસવીરને કોઈ કેવી રીતે ભૂલી શકે? આ તસવીર ઈન્ડોનેશિયાની છે. જ્યારે ભારતને બાલીમાં G20ની અધ્યક્ષતા મળી હતી.
આ તસવીર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કની છે. જ્યારે પીએમ મોદીએ આ પાર્કમાં ચિત્તા છોડાવી અને ચિત્તા મિત્રો સાથે ચર્ચા કરી.
આ તસવીર પીએમ મોદીના વિદેશ પ્રવાસની છે. પીએમ મોદી અહી ભીડમાં ઉભા છે અને પ્રવાસી લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે.
આ તસવીર પીએમ મોદીની ઓફિસમાં જતા સમયેની છે.
આ તસવીર પીએમ મોદીની કારગીલ મુલાકાતની છે જ્યારે તેઓ દિવાળી પર સૈનિકો સાથે હતા.
આ તસવીર પીએમ મોદીના ગુજરાત પ્રવાસની છે જ્યારે તેઓ તેમના કાફલાને રોકીને તેમની માતાની તસવીર પર ઓટોગ્રાફ આપી રહ્યા છે.
આ તસવીર પીએમ મોદીના બર્લિન પ્રવાસની છે. અહીં તેઓ પોતાની સ્ટાઈલમાં જોવા મળી રહ્યાં છે.
આ તસવીર પીએમ મોદીના નિવાસ સ્થાનની છે જ્યાં તેઓ લોટસ પોન્ડ પાસે ફરતા હોય છે.
આ તસવીર નાગપુર મેટ્રોના ઉદ્ઘાટનની છે જ્યાં તેઓ મેટ્રોમાં મુસાફરી કરતા સમયે એક નવજાત બાળકને પોતાના ખોળામાં લઈ રહ્યા છે.
પીએમ મોદી અને સદગુરુ 'સેવ સોઈલ' ઈવેન્ટ પહેલા એક હળવી પળો વિતાવી રહ્યાં છે.
આ તસવીર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીનો લાંબો કાફલો નીકળ્યો હતો.