PM Surya Ghar Yojana: શું વરસાદમાં કામ નથી કરતી સોલર પેનલ? જાણો કેવી રીતે બને છે વીજળી
PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા કેટલાક મહિનાઓથી સોલર પેનલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી સરકારે પણ આવી યોજના લાગુ કરવાની વાત કરી હતી.
કેન્દ્ર સરકારની સોલર પેનલ યોજનામાં એક કરોડ પરિવારોને ફાયદો થશે તેવું કહેવામાં આવ્યું હતું, દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.હવે આ યોજના માટે સતત અરજીઓ આવી રહી છે. આ દરમિયાન લોકોના મનમાં સોલર પેનલને લઈને અનેક સવાલો છે.
એવો પણ પ્રશ્ન છે કે વરસાદની મોસમમાં સોલર પેનલ કેવી રીતે કામ કરે છે? જ્યારે સતત બે-ત્રણ દિવસ સુધી સૂર્યનો પ્રકાશ આવતો નથી ત્યારે વીજળી કેવી રીતે બને છે?
એવું બિલકુલ નથી કે જ્યારે વાદળછાયું હોય અથવા વરસાદ પડે ત્યારે સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે, કારણ કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે.આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમા પણ સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તે એટલી માત્રામાં વીજળીનું ઉત્પાદન નહી કરે જેટલી તે તડકામાં કરે છે.
આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમાં પણ સોલર પેનલ એટલી વીજળી ઉત્પન્ન કરે છે કે તમારા ઘરમાં અંધારું નહીં રહે. એક કિલોવોટની સોલર પેનલ એક દિવસમાં લગભગ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.