PM Surya Ghar Yojanaમાં અરજી કરી શકતા નથી આ લોકો, જાણી લો નિયમો

PM Surya Ghar Yojana: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર પેનલ લગાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પીએમ સૂર્ય ઘર યોજનાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને કરી હતી ત્યારબાદ તેના માટે અરજીઓ શરૂ થઈ હતી.

પીએમ મોદીએ હવે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ આ યોજના માટે અરજી કરી છે.પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં આ માહિતી આપી અને લોકોને શક્ય તેટલી વહેલી તકે આ યોજના માટે અરજી કરવા કહ્યું.
જો તમે પણ આ યોજનામાં અરજી કરવા જઈ રહ્યા છો તો તમારે પીએમ સૂર્ય ઘર યોજનાના કેટલાક નિયમો અને શરતો જાણવી જોઈએ.
પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કરવાની પ્રથમ શરત એ છે કે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત, વ્યક્તિનું પોતાનું ઘર હોવું જોઈએ અને ઘરની છત પેનલ્સ ઇન્સ્ટોલ થાય એટલી મોટી હોવી જોઈએ.
પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કરનાર વ્યક્તિ માટે પણ ઘરમાં માન્ય વીજ જોડાણ હોવું જરૂરી છે.જો અરજી કરનાર પરિવારે સરકારની કોઈપણ સોલાર પેનલ યોજનાનો લાભ લીધો હોય અથવા સોલાર પેનલ લગાવી હોય તો તેમને યોજનાનો લાભ મળશે નહીં.