આયુષ્યમાન કાર્ડ ધારકોને હોસ્પિટલ સારવાર આપવાનો ઇનકાર કરે તો અહી કરો ફરિયાદ
PMJAY Hospital Refuses To Treatment: જો આયુષ્માન ભારત યોજના હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલ કોઈપણ આયુષ્માન કાર્ડ ધારક લાભાર્થીને સારવાર આપવાનો ઇનકાર કરે છે. ત્યારે તેની સામે ફરિયાદ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધારકને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
SECC દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં કુલ 10 કરોડથી વધુ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે.
આયુષ્માન કાર્ડ ધારક આયુષ્માન ભારત યોજના હેઠળ સૂચિબદ્ધ ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.પરંતુ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે હોસ્પિટલો આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને સારવાર આપવાનો ઇનકાર કરે છે. તો શું કરવું જોઈએ?
નોંધનીય છે કે જો આયુષ્માન ભારત યોજના હેઠળ સૂચિબદ્ધ હોસ્પિટલ કોઈપણ આયુષ્માન કાર્ડ ધારક લાભાર્થીને સારવાર આપવાનો ઇનકાર કરે છે ત્યારે તેની સામે ફરિયાદ કરી શકાય છે.
આ માટે 14555 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. જો ફરિયાદ સાચી જણાશે તો સંબંધિત હોસ્પિટલ સામે કાર્યવાહી પણ થઈ શકે છે.