Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદીને નથી મળી રહ્યાં આ ચાર પ્રકારના હિન્દુઓના મત, પ્રશાંત કિશોરના દાવાએ બીજેપીનું ટેન્શન વધાર્યુ
Prashant Kishor On BJP: પ્રશાંત કિશોરે કહ્યું કે 2019માં ભાજપને 38 ટકા વૉટ મળ્યા હતા. દેશમાં મુસ્લિમોએ મતદાન કર્યું નથી. જો 80 ટકા હિંદુઓવાળા દેશમાં ભાજપને માત્ર 38 ટકા વોટ મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, મોદી, રામમંદિર, રાષ્ટ્રવાદ અને લાભાર્થીઓ હોવા છતાં અડધાથી વધુ હિંદુઓ ભાજપને મત નથી આપી રહ્યા. પીકેએ કહ્યું, આ ચાર વૈચારિક હિંદુઓ છે, જે ભાજપને વોટ નથી આપી રહ્યા.
એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, 2019માં ભાજપને 38 ટકા વોટ મળ્યા હતા. દેશમાં મુસ્લિમોએ મતદાન કર્યું નથી. જો 80 ટકા હિંદુઓવાળા દેશમાં બીજેપીને માત્ર 38 ટકા વોટ મળે તો તેનો અર્થ એ છે કે અડધાથી પણ ઓછા હિંદુઓએ ભાજપને મત આપ્યો છે.
પીકેએ કહ્યું, મુસ્લિમ હોવાના કારણે અને જો તમે ભાજપ સામે લડવા માંગતા હોવ તો તમારે સમજવું પડશે કે કયા હિન્દુઓ ભાજપને વોટ નથી આપી રહ્યા. આ ચાર વિચારધારાના હિન્દુઓ છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, જે હિંદુઓ ગાંધીમાં વિશ્વાસ કરે છે તેઓ ભાજપના હિંદુત્વમાં વિશ્વાસ કરવાના નથી. આંબેડકરને માનનારા લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય સામ્યવાદી વિચારધારા ધરાવતા હિન્દુઓ ભાજપને મત આપવા તૈયાર નથી. એટલું જ નહીં, સમાજવાદી લોહિયામાં માનનારા કેટલાક સમાજવાદીઓ ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી.
પીકેએ વધુમાં કહ્યું કે, આ ચાર વિચારધારામાં માનનારા લોકોએ મુસ્લિમો સાથે સામાજિક-રાજકીય ગઠબંધન કરવું જોઈએ અને તેમાંથી નવો વિકલ્પ બનાવવો જોઈએ. તેમને સાથે લાવવાની જરૂર છે.
પ્રશાંતે કહ્યું, તો જ વિપક્ષની રચના થઈ શકે છે. તો જ ભાજપ સામે લડી શકીશું. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
પ્રશાંત કિશોરે કહ્યું કે, ગાંધીજીની વિચારધારા એવી છે કે તેને સામ્યવાદીઓ, આંબેડકરવાદીઓ, સમાજવાદીઓ અને કોંગ્રેસીઓએ સ્વીકારી હતી. મુસ્લિમોએ કટ્ટરતા તરફ ના જવું જોઈએ. તેઓએ ગાંધીજીની વિચારધારાને અપનાવવી જોઈએ. એ દિશામાં જવું જોઈએ.