Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi Photos: ઓમકારેશ્વરમાં આસ્થાના રંગે રંગાયા રાહુલ અને પ્રિયંકા, નર્મદા આરતીમાં લીધો ભાગ
Rahul Gandhi Photos: રાહુલ ગાંધીએ આજે ભારત જોડો યાત્રા દરમિયાન ઓમકારેશ્વર શિવલિંગના દર્શન કર્યા છે. આ ઉપરાંત નર્મદા આરતીમાં પણ બાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરતી દરમિયાન રાહુલ ગાંધીની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને જીજા રોબર્ટ વાડ્રા પણ હાજર હતા.
કન્યાકુમારીથી શ્રીનગર સુધીની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સાંજે આસ્તાના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા.
રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરના બ્રહ્મપુરી ઘાટ પર હાથમાં દીવો લઈને નર્મદા નદીની સાંજની આરતી કરી હતી. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે નર્મદા પૂજન કર્યું હતું અને નદીમાં ચુંદડી પણ અર્પણ કરી હતી.
આ પછી તેમણે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કર્યા. બ્રહ્મપુરી ઘાટ પર પૂજા દરમિયાન, રાહુલ ગાંધીએ સફેદ કુર્તા-પાયજામા પહેરેલા અને લાલ પાઘડી પહેરી હતી.
આરતી દરમિયાન રાહુલ ગાંધીની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સાળા રોબર્ટ વાડ્રા પણ હાજર હતા.
આ દરમિયાન ઘાટના પગથિયાં પર કાર્પેટ પાથરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની હાજરી દરમિયાન પોલીસે સુરક્ષાના કારણોસર બ્રહ્મપુરી ઘાટ પર સામાન્ય શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવી દીધી હતી.
આ સાથે ઘાટની દુકાનો બંધ રહી હતી. કોંગ્રેસ વતી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ દેશની શાંતિ અને એકતા માટે ઓમકારેશ્વરમાં નર્મદા આરતી અને પૂજા કરી હતી.