Rahul Gandhi Membership: રાહુલ ગાંધી પ્રથમવાર ક્યારે બન્યા હતા સાંસદ, કેટલી છે સંપત્તિ અને ક્યા કેસમાં જામીન પર બહાર છે?
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ સોમવારે (07 ઓગસ્ટ) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પાછુ મળ્યું હતું. સંસદમાં પહોંચેલા કોંગ્રેસના સાંસદે પણ ગૃહમાં ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર અને કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ 2004માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી.
ઉત્તર પ્રદેશના અમેઠીથી લડેલી આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી હતી.
રાહુલ ગાંધીની ગણતરી માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ દેશના અમીર નેતાઓમાં થાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસે પોતાનું ઘર કે કાર નથી. વર્ષ 2019ના એફિડેવિટ મુજબ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 15 કરોડ રૂપિયાની આસપાસ છે અને તેમના પર 72 લાખ રૂપિયાની લોન પણ છે.
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. જેમાં વીર સાવરકર પર ટિપ્પણી કરવાનો મામલો પણ સામેલ છે.
હાલમાં જ રાહુલ ગાંધી ગોવા ગયા હતા, જ્યાંથી તેઓ જેક રસેલ ટેરિયર પ્રજાતિનો કૂતરો લઈને આવ્યા હતા. આ કૂતરાને પાર્સન રસેલ ટેરિયર અથવા પાર્સન જેક રસેલ ટેરિયર પણ કહેવામાં આવે છે. તેની જાતિ 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં વિકસાવવામાં આવી હતી.
23 માર્ચે સુરત કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને મોદી સરનેમ કેસમાં તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમની સંસદની સદસ્યતા પણ ગુમાવી દીધી હતી. જોકે સોમવારે (07 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેમને સંસદ સભ્યપદ પાછુ મળી ગયું હતું.