Railway Rules: ટ્રેનમાં દારૂ પીવા અથવા ગેરવર્તન કરવા પર કેટલી થાય છે સજા?
Railway Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા તમારા માટે જરૂરી છે કે તમે તેનાથી સંબંધિત તમામ નિયમો અને કાયદાઓ જાણતા હોય કારણ કે જો આમ કરવામાં ન આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેનમાં નિયમોના ઉલ્લંઘન કે ગેરવર્તણૂક માટે દંડ અને સજાની જોગવાઈ છે.
ટ્રેન કમ્યુનિકેશનમાં અવરોધ ઉભો કરવા અથવા ચેન પુલિંગ બદલ તમને એક વર્ષ સુધીની જેલ અથવા 1,000 રૂપિયાના દંડનો સામનો કરવો પડી શકે છે.
જો કોઈ વ્યક્તિ ટ્રેનના કોચમાં દારૂ પીતો અથવા દુર્વ્યવહાર કરતો જોવા મળે તો તેને 500 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ થઈ શકે છે.
જો તમે રેલવે કર્મચારીના કામમાં અવરોધ ઉભો કરો છો તો તમારે 6 મહિનાની જેલ અથવા 1,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ઈજા પહોંચાડવા અથવા તેમ કરવાનો પ્રયાસ કરવા પર 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
જો કોઈ મહિલા આરક્ષિત ડબ્બામાં બળજબરીથી પ્રવેશ કરે તો તેને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.