Rainfall Alert: દેશભરમાં 'જળ પ્રલય', તસવીરોમાં જુઓ વરસાદનો કહેર, હવે હવામાન વિભાગે કરી આ ડરામણી આગાહી
હવામાન વિભાગે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 11 અને 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યોમાં ચેતવણી પણ જારી કરી છે.
દિલ્હીમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યમુના નદી ખતરાના નિશાનને વટાવી ગઈ છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં આ અઠવાડિયે પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસાના ભારે વરસાદને કારણે પ્રગતિ મેદાન પાસેનો એક રસ્તો ધરાશાયી થઈ ગયો છે. તેમજ સીપી, ગાંધી નગર સહિતના અનેક પોશ વિસ્તારોમાં રોડ સ્વિમીંગ પુલ બની ગયા છે.
આ સિવાય નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા, ગુજરાત, ગોવા, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ છે.
પંજાબમાં પણ સતત મુશળધાર વરસાદને કારણે નદીમાં તણાઈ આવી છે. બચાવ દળના સભ્યો પૂર પ્રભાવિત લોકોને સલામત સ્થળે લઈ જવા માટે કામ કરી રહ્યા છે.
હવામાન વિભાગે ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન ગોવા, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં પણ આફત જેવો વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ તળાવ બની ગયા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.