Ram Mandir Pran Pratishtha: તસવીરોમાં જુઓ રામલલાની પ્રથમ ઝલક, અહી કરો ભગવાન શ્રીરામના દર્શન

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઇ ગઇ છે. પીએમ મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિમાં યજમાન બન્યા હતા.

ભગવાન શ્રીરામ

1/6
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઇ ગઇ છે. પીએમ મોદી હાથમાં ચાંદીના છત્ર સાથે મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. પીએમ મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિમાં યજમાન બન્યા હતા.
2/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાની પૂજા કરી હતી. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. જ્યાં પીએમ મોદીએ રામલલાના ચરણોમાં ફૂલ અર્પણ કર્યા હતા.
3/6
વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધાર્મિક વિધિમાં યજમાન બન્યા હતા.
4/6
પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાની પ્રથમ ઝલક જોવા મળી હતી. રામલલાએ હાથમાં સોનાથી બનેલા ધનુષ અને બાણ ધારણ કર્યા છે.
5/6
પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બાદ વડાપ્રધાન મોદીએ ભગવાન શ્રીરામની પ્રથમ આરતી ઉતારી હતી.
6/6
ચિરંજીવી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સચિન તેંડુલકર, વિવેક ઓબેરોય, સોનુ નિગમ, રજનીકાંત, માધુરી દીક્ષિત, વિકી કૌશલ, કેટરિના કૈફ, આયુષ્માન ખુરાના, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રાજકુમાર ચર્યાની સહિત અનેક દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા.
Sponsored Links by Taboola