Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ram Mandir Darshan: રામલલાના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ, રામ પથ પર વાહનોની એન્ટ્રી બંધ, જુઓ તસવીરો
પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે. જેના કારણે પ્રશાસને રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકી દીધા છે. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે લોકોને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે ઉમટી રહેલી ભીડને કારણે રામ પથ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. લોકોને માત્ર ચાલતા જવાની છૂટ છે. સહાદતગંજથી નવા ઘાટને જોડતા રસ્તાનું નામ રામ પથ રાખવામાં આવ્યું છે.
મંગળવાર (23 જાન્યુઆરી) સવારથી રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કેટલાક લોકો રાતથી જ દર્શન માટે રાહ જોઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ તસવીરમાં સવારની સ્થિતિ જોઈ શકાય છે.
રામ મંદિરના પ્રવેશ દ્વારની આ તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પરિસરમાં પ્રવેશવા માટે ભીડમાં ઉભા છે. લોકોને મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડે છે, જેના કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થઇ ગયા હતા.
અયોધ્યામાં દર્શન માટે દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. આ તસવીર રામ મંદિર પરિસરની અંદરની છે. જેમાં લોકો ભગવા ઝંડા સાથે પ્રવેશની રાહ જોતા જોઈ શકાય છે.
રામ મંદિર પરિસરમાં દર્શન માટે આવતા ભક્તોને રોકવા માટે દોરડા લગાવવામાં આવ્યા છે, જેથી એક પછી એક ભક્તોને રામલલાના દર્શન માટે મોકલી શકાય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ માટે ભીડનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે.
સોમવારે (22 જાન્યુઆરી) સાંજે અયોધ્યાથી સમાચાર આવ્યા કે ભક્તોની ભીડને કારણે પોલીસ બેરિકેડ તોડી નાખવામાં આવી હતી. લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અહીં પહોંચેલા ભક્તો મંદિરમાં દર્શન કરવા માંગતા હતા. પરંતુ મંદિર બંધ હોવાને કારણે આવું થઈ શક્યું નહીં.
પોલીસ અને વહીવટીતંત્ર બંનેએ લોકોને મંદિરમાં દર્શન માટે ધસારો ન કરવા વિનંતી કરી છે. રામ મંદિરમાં દર્શન કરવા આગામી દિવસોમાં લાખો લોકો અહીં આવવાના છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અયોધ્યામાં સવારે ત્રણ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.