Ram Mandir Inauguration: કોણ હોય છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં શું હોય છે મહત્વ ?

હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ram Mandir Pran Pratistha: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિન્દુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?
2/6
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્ચો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
3/6
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ના તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
4/6
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં અને હિન્દુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
5/6
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિન્દુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
6/6
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ના રાખવો જોઈએ, એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.
Sponsored Links by Taboola