રાશન કાર્ડ નથી તો પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, બસ કરો આ કામ
ઘણા લોકો સરકારી યોજનાઓમાં લાભ લેવા માટે રાશન કાર્ડનો ઉપયોગ કરે છે. કેટલીક યોજનાઓમાં લાભ લેવા માટે સરકાર તરફથી રાશન કાર્ડ મેન્ડેટરી છે. તેના વગર તમને યોજનાઓનો લાભ નહીં મળી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ હવે ઉત્તર પ્રદેશ સરકારે પ્રદેશના લોકો માટે થોડી સગવડ કરી દીધી છે. સરકારે તે લોકો માટે પણ સરકારી યોજનામાં ફાયદો લેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે. હવે લોકોએ આ કામ કરવું પડશે.
ઉત્તર પ્રદેશમાં જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તેવા લોકોના કામમાં આવશે ફેમિલી કાર્ડ. સરકારે આ માટે જાહેરાત કરી દીધી છે કે જે લોકો પાસે રાશન કાર્ડ નથી, તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ફેમિલી આઈડી બનાવવાનું કામ કરવામાં આવશે.
ફેમિલી કાર્ડ બનાવવા માટે કોઈ પણ પોતાની નજીકના કોમન સર્વિસ સેન્ટર જઈ શકે છે. અને ફેમિલી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકે છે. આ માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે, જે ઓપરેટરને આપવા પડશે.
ફેમિલી આઈડીની અરજીના સત્યાપન માટે શહેરી સ્તરે લેખપાલ, ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત અધિકારી તપાસ કરશે. સત્યાપન પછી જ અરજી આગળ મોકલવામાં આવશે. ત્યારબાદ જ ફેમિલી કાર્ડ જારી થશે.
ફેમિલી કાર્ડથી પેન્શન, આવક, જાતિ, નિવાસ, કૃષિ સન્માન નિધિ, આરોગ્ય, શિક્ષણ આ બધી યોજનાઓનો લાભ લઈ શકાશે. જોકે આ તે લોકોને જ જારી કરવામાં આવશે, જેમની પાસે રાશન કાર્ડ નથી.