રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: અનાજ આપવાના નિયમો બદલાયા, હવે પરિવાર નહીં પણ....

કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ: અંત્યોદય અન્ન યોજનામાં પરિવારને બદલે હવે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ અપાશે, જોકે એક કુટુંબ માટે 35 કિલોની મહત્તમ મર્યાદા યથાવત રહેશે.

Continues below advertisement
કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ: અંત્યોદય અન્ન યોજનામાં પરિવારને બદલે હવે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ અપાશે, જોકે એક કુટુંબ માટે 35 કિલોની મહત્તમ મર્યાદા યથાવત રહેશે.

જો તમારી પાસે રેશનકાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. કેન્દ્ર સરકારે દેશની રેશન સિસ્ટમ એટલે કે અનાજ વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026 ના નવા ડ્રાફ્ટ મુજબ, હવે 'અંત્યોદય અન્ન યોજના' (AAY) હેઠળ અનાજ આખા પરિવારના સરેરાશ આધારે નહીં, પરંતુ કુટુંબના દરેક સભ્ય એટલે કે વ્યક્તિ દીઠ આપવામાં આવશે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola