Ration Card Scheme: કોઈપણ રાજ્યમાંથી લઈ શકાય રાશનનું અનાજ? જાણો કોને મળે છે તેનો લાભ
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા 2018માં શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના તમામ નાગરિકોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. તેના હેઠળ, રેશન કાર્ડની માહિતી અને પાત્રતા દેશભરમાં કોઈપણ ઈ પોસ (ePoS) ડિવાઇસ પર ઓનલાઇન ઉપલબ્ધ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસામ આ યોજનાને લાગુ કરનારું 36મું રાજ્ય બન્યું છે. હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના સફળતાપૂર્વક લાગુ થઈ ચૂકી છે. સરકારે આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે 'મારું રેશન' (MERA RATION) નામની એક મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે. આ એપ 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને વપરાશકર્તાઓને રીયલ ટાઇમ માહિતી પ્રદાન કરે છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 4.5 લાખથી વધુ POS સક્ષમ વાજબી ભાવની દુકાનો (Fair Price Shops) દ્વારા 20 કરોડથી વધુ રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
વન નેશન વન રેશન કાર્ડ યોજના પાત્રતા - રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 હેઠળ આવતા તમામ રેશન કાર્ડ ધારકો અથવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે. તેમાં આધાર કાર્ડ નંબર પણ લિંક હોવો જોઈએ.
વન નેશન વન રેશન કાર્ડ યોજના અરજી પ્રક્રિયા - ઓફલાઇન: ઇચ્છુક વ્યક્તિ પોતાની નજીકની વાજબી ભાવની દુકાન પર પોતાનું રેશન કાર્ડ જમા કરાવી શકે છે. ઓનલાઇન: તમારા આધાર નંબર અથવા રેશન કાર્ડ નંબર સાથે દેશની કોઈપણ વાજબી ભાવની દુકાન પર જઈ શકો છો. લાભાર્થી પાસે આધાર પ્રમાણીકરણ માટે પોતાની આંખ અથવા આંગળીઓના નિશાનનો ઉપયોગ કરવાનો વિકલ્પ હોય છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે.