Year Ender 2023: આ 5 સ્ટાર્ટઅપ્સને વર્ષ 2023માં મળી સૌથી વધુ ફન્ડિંગ, જુઓ ટૉપ પર છે કઇ કંપનીનુ નામ
Goodbye 2023: વર્ષ 2023 ફન્ડિંગ દ્રષ્ટિએ સ્ટાર્ટઅપ્સ માટે બહુ સારું રહ્યું નથી, પરંતુ પૈસાની અછત હોવા છતાં, કેટલાય એવા સ્ટાર્ટઅપ્સ છે જે બજારમાંથી રોકાણ મેળવવામાં સફળ રહ્યા હતા. અહીં એવા પાંચ સ્ટારઅપ્સ બતાવી રહ્યાં છે, જેને તમારે જાણવા જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્લેશબેક 2023: વર્ષ 2023માં સ્ટાર્ટઅપ ફંડિંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ કેટલાય એવા સ્ટાર્ટઅપ્સ છે જે આ ફન્ડિંગ શિયાળાની વચ્ચે પણ મોટું ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. અમે તમને એવા પાંચ સ્ટાર્ટઅપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમણે વર્ષ 2023માં સૌથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ યાદી Inc42ના રિપોર્ટ અનુસાર બનાવવામાં આવી છે.
ફિનટેક કંપની PhonePe આ યાદીમાં ટોચ પર છે. કંપનીએ આ વર્ષે $12 બિલિયનના મૂલ્યાંકન સાથે $850 મિલિયન એટલે કે 7021 કરોડ રૂપિયાનું ભંડોળ મેળવ્યું છે.
પીયૂષ બંસલની કંપની લેન્સકાર્ટ આ યાદીમાં બીજા સ્થાને છે, જેને વર્ષ 2023માં 600 મિલિયન ડોલર એટલે કે 5000 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે.
ફિનટેક કંપની DMI ફાઇનાન્સ આ વર્ષે સૌથી વધુ ફંડ મેળવનારી ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ બની છે. વર્ષ 2023માં કંપનીએ 400 મિલિયન ડોલર એટલે કે આ વર્ષે 3300 કરોડ રૂપિયાનું ફંડિંગ લીધું છે.
ઓલા ઈલેક્ટ્રીકનું નામ ટોપ-4 મોસ્ટ ફંડેડ સ્ટાર્ટઅપ્સની યાદીમાં પણ છે. કંપનીને વર્ષ 2023માં 385 મિલિયન ડોલર એટલે કે 3200 કરોડ રૂપિયા મળ્યા છે.
AI સ્ટાર્ટઅપ કંપની Builder.ai ને આ વર્ષે લગભગ $250 મિલિયન એટલે કે લગભગ રૂ. 2,084 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું છે.