Subhas Chandra Bose 2022 Jayanti: સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના અવસરે મિત્રોને મોકલા તેમના આ વિચારો
ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે 23 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેશ સુભાષ ચંદ્ર બોઝની 124મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે સુભાષ ચંદ્ર બોઝ એક બહાદુર સૈનિક, યોદ્ધા, મહાન સેનાપતિ અને કુશળ રાજનેતા હતા.
આ વર્ષે ભારત સરકારે 23મી જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. અગાઉ 24 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવતી હતી.
ભારત સરકારે નેતાજીનું સન્માન કરવા અને દેશની આઝાદીમાં તેમના સંઘર્ષને યાદ કરવા માટે આ નિર્ણય લીધો છે.
તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ. સુભાષચંદ્ર બોઝના આ નારાએ દરેક ભારતીયનું લોહી ગરમ કરી દીધું હતું.
સુભાષ ચંદ્ર બોઝે વ્યક્ત કરેલા વિચારો આજે પણ લોકો માટે પ્રેરણાદાયી છે.
સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશા રાજ્યના કટકમાં એક સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો. સુભાષ ચંદ્ર બોઝને 7 ભાઈઓ અને 6 બહેનો હતી.