Telangana Election Result 2023: રેવન્ત રેડ્ડી બનશે CM ? એકલા હાથે તેલંગાણામાં કૉંગ્રેસને અપાવી જીત
Election Result 2023: કર્ણાટક પછી તેલંગાણા દક્ષિણનું બીજું રાજ્ય છે, જ્યાં કોંગ્રેસ પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. પરિણામો બાદ સૌથી વધુ ચર્ચા એ છે કે તેલંગાણામાં કોંગ્રેસના સીએમ કોણ બનશે ? પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડી મુખ્યમંત્રી બનશે તેમ ચર્ચાઓ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડી હાલ મુખ્યમંત્રી તરીકે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેઓ રાહુલ ગાંધીની ખૂબ જ નજીક છે. તેમણે એકલા હાથે કેસીઆરનો કિલ્લો ધ્વસ્ત કરી કૉંગ્રેસને ખૂબ જ શાનદાર જીત અપાવી છે.
તેલંગાણામાં કૉંગ્રેસની જીત સાથે લોકો સોશિયલ મીડિયા પર રેવન્ત રેડ્ડી વિશે સર્ચ કરી રહ્યા છે. લોકો જાણવા માંગે છે તેમના વિશે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી પાર્ટી કાર્યકર્તાઓની વચ્ચે પહોંચ્યા ત્યારે તેમના સમર્થનમાં 'CM-CM' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. રેવંત રેડ્ડી એ વ્યક્તિ છે જે તેલંગાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો ચહેરો બનીને રહી ગયા હતા.
જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યા હતા, ત્યારે રેવંત રેડ્ડી ચોક્કસપણે તેમની સાથે જોવા મળ્યા હતા. હાઈકમાન્ડની ખૂબ જ નજીક છે તેઓ.
રેવંત રેડ્ડીનો જન્મ 1969માં અવિભાજિત આંધ્ર પ્રદેશના મહબૂબનગરમાં થયો હતો. રેડ્ડીએ પોતાના વિદ્યાર્થી રાજકારણની શરૂઆત એબીવીપીથી કરી હતી. બાદમાં તેઓ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા હતા. 2009માં તેઓ ટીડીપીની ટિકિટ પર આંધ્રના કોડંગલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014 માં, તેઓ તેલંગાણા વિધાનસભામાં ટીડીપીના ગૃહના નેતા તરીકે ચૂંટાયા હતા.
રેવંત રેડ્ડી 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2018માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. જો કે, કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરીથી ટિકિટ આપી, જેમાં તેઓ જીત્યા. 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી આપી અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.