8 રાજ્યમાં 14 જૂન સુધી ગરમી તરખાટ મચાવશે, તો કેટલાક રાજ્યોમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના કેટલાક સ્થળોએ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે કહ્યું કે નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળોએ ગુરુવારે (13 જૂન, 2024) ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે બુધવારે (12 જૂન, 2024) કર્ણાટક, કેરળ અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
IMDએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રમાં કેટલાક સ્થળોએ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ભાગોમાં વધુ સ્થળોએ પહોંચ્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી બે દિવસમાં તેલંગાણા અને મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને આવરી લેશે.
હવામાન વિભાગે આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી કરી છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે આ સારા સમાચાર છે.