કોવિડ બાદ શું આપને પણ અનિંદ્રાની સમસ્યા સતાવી રહી છે? તો કરો આ સચોટ ઉપાય
રાતે 6થી7 કલાક શાંતિભરી ગાઢ ઊંઘ લેવાય તો આપ આખો દિવસ એનર્જેટિક અને ફ્રેશ ફીલ કરો છો. ગાઢ નિદ્રાના કારણે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય છે. જો કોવિડ બાદ કેટલાક કેસમાં અનિદ્રાની સમસ્યા જોવા મળી રહી છે. તો ગાઢ નિદ્રા માટેના કેટલાક સૂચનો એકસ્પર્ટે આપ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઊંઘવાની સૌથી સારી પોઝિશન છે લેફટ સાઇડ ઊંઘવું. આ પોઝિશનમાં ઊંઘવાથી હાર્ટ સારૂ રહે છે. શરીરમાં દુખાવાથી પણ રાહત મળે છે. પ્રેગ્નન્ટ મહિલાને પણ ડાબા પડખે ઉંઘવાની સલાહ અપાઇ છે. લેફટ સાઇડ ઊંઘવાથી બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય છે.
સીધુ પીઠ પર ઊંઘવું પણ સારી પોઝિશન છે. આ સ્થિતિમાં ઊંઘવાથી ગળાના દુખાવામાં રાહત રહે છે. મેદસ્વી લોકોને આ સ્થિતિમાં ઉંઘવું વધુ કમ્ફર્ટ લાગે છે. જો કે આ પોઝિશનમં ઉંઘવાથી ઊંઘ તો સારી આવે છે પરંતુ વારવાર પડખા ફરવા પડે છે અને ખર્રાટેની સમસ્યા પણ રહે છે.
પેટ પર ઉલ્ટા ઊંઘવું પર સારી પોઝિશન છે. જો કે આ સ્થિતિમાં લાંબો સમય નથી ઊંધી શકાતું. આ સ્થિતિમાં લાંબો સમય ઊંઘવાથી પેટ પર વધુ દબાણ આવે છે અને ઉંમરથી પહેલા સ્કિન પર કરચલીઓ પણ પડવા લાગે છે. જો કે અનિદ્રાની સમસ્યાથી પિડાતા લોકો માટે આ સ્થિતિ ઉત્તમ છે.
ઉંધવા માટે થોડો થાક અને શરીર થાકેલું હોવું પણ જરૂરી છે. જો ઊંઘતા પહેલા વોકિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ કે કોઇ પણ શારિરીક શ્રમ પડે તેવી એક્ટિવિટી કરવામાં આવે તો શરીર થાકી જતાં ઊંઘ આવી જાય છે. અનિદ્રાથી પિડાતા લોકો મેડિટેશનનો સહારો પણ લઇ શકે છે. સારી ઊંઘ માટે સ્વસ્છતા, શાંતિ પણ જરૂરી છે.