કોરોના મુક્ત આ રાજ્ય પાસેથી લોકોએ શીખવા જેવુ, આ રીતે સોશિયલ ડિસ્ટન્સનું થઇ રહ્યું છે પાલન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો ટ્વિટર યુઝર @yogitabhayanaએ 20 એપ્રિલના રોજ શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું કે- તસવીર મિઝોરમની છે. કાંઇક શીખવાની જરૂર છે. નોંધનીય છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગની મિસાઇલ રજૂ કરતા આ તસવીરને અત્યાર સુધીમાં બે હજારથી વધુ લાઇક અને 370 કરતા વધુ રિ-ટ્વિટ મળી ચૂક્યા છે.
કોરોના વાયરસ ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં લોકડાઉનના કારણે કરોડો લોકો ઘરમાં કેદ છે. પરંતુ જે બહાર નીકળી રહ્યા છે તે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યા છે. વાસ્તવમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને વારંવાર હાથ ધોઇને આ વાયરસને ફેલાવતો રોકી શકાય છે. આ કારણ છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. ઇન્ટનેટ પર સોશિયલ ડિસ્ટેન્સિંગની મિસાલ રજૂ કરતી શાક માર્કેટની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરો ભારતના નોર્થ ઇસ્ટ રાજ્ય મિઝોરમની છે.
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 18,601 થઇ ગઇ છે. 590 આ જીવલેણ વાયરસના કારણે મરી ચૂક્યા છે જ્યારે 3252 લોકો સ્વસ્થ થઇને ઘરે જઈ ચૂક્યા છે. મિઝોરમથી કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -