Punjab : ખેડૂતોએ રોડ બ્લોક કરતાં મોદીનો કાફલો કઈ રીતે અટવાઇ ગયો, જુઓ તસવીરો
PM Modi Ferozepur Rally: પીએમ નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં થનારી રેલી રદ કરી દેવામા આવી છે. જેને કારણે પીએમ મોદીનો કાફલો પરત ફરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલાયે આ અંગે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષિ કાનૂન રદ થયા પછી પીએમ મોદીનો આ પહેલો પ્રવાસ હતો. જ્યાં તેઓ લોકોને સંબોધિત કરવાના હતા. આ રેલીમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હાજર રહેવાના હતા.
જોકે, ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રૂટ પરથી રેલીમાં જઈ રહ્યા હતા, તે રૂટ ખેડૂતોએ બ્લોક કરી દીધો હતો. જેને કારણે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો અટવાઈ ગયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કેટલાય કારણોથી પ્રધાનમંત્રી આપણી વચ્ચે નથી આવી રહ્યા, પરંતુ તેમનું કહેવું છે કે, કાર્યક્રમ રદ નહીં સ્થગિત કરી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલાયે નિવેદન જાહેર કરીને પીએમ મોદીના પ્રવાસમાં ચૂક બતાવી છે.