ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, નહી થાય ઘરમાં બ્લાસ્ટ
LPG Cylinder Safety Tips: ઘરમાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. જો તમે આ ભૂલ કરશો તો તમારા ઘરમાં રાખેલો સિલિન્ડર પણ ફાટી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોને જમવાનું બનાવવા માટે સિલિન્ડરની જરૂર હોય છે. જો કે હવે PNG ગેસનો પણ ઉપયોગ થવા લાગ્યો છે જે પાઈપલાઈન દ્વારા ઘરો સુધી પહોંચે છે.
જોકે, PNG ગેસની લોકપ્રિયતા એટલી વધી નથી. તેમ છતાં વસ્તીનો મોટો ભાગ હજુ પણ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે.
LPG ગેસ સિલિન્ડર એટલે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર. 95 ટકા પ્રોપેન અને બ્યુટેન ગેસનો સમાવેશ થાય છે. જ્યારે 5 ટકા અન્ય ગેસ હોય છે.ઘરમાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જરૂરી છે. લોકોના રસોડામાં રાખેલા એલજી સિલિન્ડર ફાટતા હોવાના અહેવાલો વારંવાર આવે છે.
અને જો તમે પણ ભૂલ કરો છો, તો તમારું સિલિન્ડર પણ બ્લાસ્ટ થઇ શકે છે અને તે ભૂલ એ છે કે એક્સપાયરી ડેટ પછી પણ સિલિન્ડરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું.જેમ તમે જાણો છો સિલિન્ડર પર તેની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તેનો અર્થ એ છે કે તે સિલિન્ડર કેટલા સમય સુધી વાપરી શકાય છે. જો તમે એક્સપાયરી ડેટ પછી પણ તેનો ઉપયોગ કરો છો. પછી તેના વિસ્ફોટની શક્યતા વધી જાય છે.