Jheel Mehta Wedding: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સોનુના થયા લગ્ન, દુલ્હનના લૂકમાં લાગી સુંદર
Jheel Mehta Wedding: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ઝિલ મહેતાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ હવે મોટી થઇ ગઇ છે. તે બ્રાઈડલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝિલ મહેતાએ તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વેડિંગ ડ્રેસમાં ઝિલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઝિલે લાલ રંગનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઝિલે ભવ્ય એન્ટ્રી કરી હતી. ઘૂંઘટમાં આવેલી ઝીલ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઝિલને દુલ્હનના લૂકમાં જોઈને આદિત્ય ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. લોકો તેના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
28 ડિસેમ્બરે ઝિલ અને આદિત્યના લગ્ન છે. તેમણે પોતાના લગ્નના તમામ ફંક્શનના વીડિયો શેર કર્યા છે. જેમાં બંને પોતાના લગ્નને ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.
ઝિલ અને આદિત્ય 14 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે હવે લગ્ન કરી લીધા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ ઝિલ મહેતાએ અભિનય છોડી દીધો હતો. તે હવે બિઝનેસ વુમન બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિશે માહિતી આપે છે.