Tech New Rules: મોબાઇલ યૂઝર માટે કામની વાત, TRAIએ નિયમો બદલ્યા, હવે 1લી જુલાઇથી થશે આ ફેરફારો.....
Sim Card New Rules: મોબાઈલ યૂઝર્સ માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સિમ કાર્ડ સંબંધિત નવા નિયમો 1લી જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. આ નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જાણો અહીં......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોબાઈલ યૂઝર્સ માટે સિમ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો જારી કર્યા છે, જે આ વર્ષે 1લી જુલાઈથી દેશભરમાં લાગુ કરવામાં આવશે.
ટ્રાઈના નવા નિયમો લાગુ કરવા પાછળનું કારણ ઓનલાઈન છેતરપિંડી અટકાવવાનું છે. જેના કારણે સામાન્ય મોબાઈલ યુઝર્સને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ટ્રાઈના જણાવ્યા અનુસાર, જે મોબાઈલ યૂઝર્સે તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે તેઓ તેમના ફોન નંબર પોર્ટ કરી શકશે નહીં.
ટ્રાઈનું કહેવું છે કે આ પગલું છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે લેવામાં આવ્યું છે. તેનો હેતુ છેતરપિંડી કરનારાઓને સિમ સ્વેપ કરીને તરત જ મોબાઇલ કનેક્શન પોર્ટ કરતા અટકાવવાનો છે.
આજકાલ સિમ સ્વેપિંગને લઈને છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ છેતરપિંડીમાં લોકો સરળતાથી પાન કાર્ડ અને આધાર કાર્ડના ફોટોગ્રાફ મેળવી લે છે અને મોબાઈલ ખોવાઈ જવાના બહાને નવું સિમ કાર્ડ ઈશ્યુ કરી લે છે.
આ પછી, તમારા મોબાઇલ નંબર પર આવતો OTP છેતરપિંડી કરનારા લોકો સુધી પહોંચે છે, જેના કારણે તેઓ છેતરપિંડી માટે તેનો ઉપયોગ કરે છે.