Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Continues below advertisement
તેજસ્વી યાદવ
Continues below advertisement
1/6
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના તેજસ્વી યાદવે કાંટે કી ટક્કર બાદ રાઘોપુર બેઠક પર જીત મેળવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) ના તેમના હરીફ સતીશ કુમાર રાયને મોટા માર્જિનથી હરાવ્યા છે. જ્યારે વલણો આવી રહ્યા હતા ત્યારે તેજસ્વી ઘણા રાઉન્ડની મતગણતરીમાં ક્યારેક આગળ તો ક્યારેય પાછળ હતા.
2/6
અંતે, તેજસ્ યાદવે રાઘોપુર બેઠક પરથી જીત મેળવી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર , તેજસ્વીએ 14532 મતોથી જીત મેળવી છે. તેજસ્વી યાદવને 118597 મત મળ્યા જ્યારે ભાજપના સતીશ કુમારે 104065 મત મેળવ્યા.
3/6
મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વીને તેમના પરિવારના ગઢ રાઘોપુરમાં ભાજપના સતીશ કુમાર સામે સખત ટક્કરનો સામનો કરવો પડ્યો.
4/6
આ બેઠક પર અનેક રાઉન્ડની મત ગણતરીકમાં તેજસ્વી ભાજપના નેતા સામે ક્યારેય આગળ તો ક્યારેય પાછળ હતા. 18મા રાઉન્ડ સુધી પોતાની લીડ જાળવી રાખી. એક સમયે આ માર્જિન વધીને 9,000 થી વધુ થયું હતું.
5/6
યાદવ-પ્રભુત્વ ધરાવતો રાઘોપુર મતવિસ્તાર આરજેડીનો ગઢ રહ્યો છે. તેજસ્વીના પિતા લાલુ પ્રસાદ અહીંથી બે વાર (1995 અને 2000 માં) જીત્યા હતા.
Continues below advertisement
6/6
તેજસ્વી યાદવના માતા રાબડી દેવી પણ અહીંથી ત્રણ વાર જીત્યા છે. તેમણે 2000 ની પેટાચૂંટણીમાં પહેલી વાર અને પછી 2005 ની ચૂંટણીમાં બીજી વાર જીત મેળવી હતી. આ બેઠક લગભગ બે દાયકા સુધી પરિવાર પાસે રહી, પરંતુ 2010 માં પરિણામો બદલાઈ ગયા. સતીશ કુમારે વિધાનસભા ચૂંટણીમાં રાબડી દેવીને હરાવ્યા હતા. તેઓ જનતા દળ (યુનાઈટેડ) ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે રાબડી દેવીને 13,000 થી વધુ મતોથી હરાવ્યા.
Published at : 14 Nov 2025 09:28 PM (IST)